હું શોધું છું

હોમ  |

તડીપાર-દરખાસ્તમાં કયા કયા મુદ્દાઓ ધ્યાને રાખશો ?
Rating :  Star Star Star Star Star   

  • પાસા-દરખાસ્તમાં જે જે મુદ્દાઓ ધ્યાને લેવાના છે, તે તમામ મુદ્દાઓ તડીપાર-દરખાસ્ત વેળાએ ધ્યાને લેવા પડે.
  • G.P. Act કલમ-૫૬ની કઈ પેટા કલમ નીચે હદપાર કરવા ધારેલ છે તે સ્પષ્ટ જણાવવું જોઈએ.
  • ૩. કલમ-૫૬ (ક) હેઠળ ખેતરોમાં થતા ભેલાણ, મારામારી તથા ધાક ધમકી વગેરે ગુજરાત પંચાયત ધારા હેઠળના ગુનાઓ પણ તડીપારના હેતુ માટે લઈ શકાય. આ પેટા કલમમાં કોઈપણ વ્યકિતની આવ-જા અથવા તેના કૃત્યથી વ્યકિતને કે મિલકતને ભય, જોખમ તથા નુકશાન થયેલ છે કે થવાનો સંભવ હોય તો હદપારીનો હુકમ થઈ શકે.
  • કલમ-૫૬ (ખ) હેઠળ વ્યકિત માથાભારે, ઝનુની હોય અને બળ કે હિંસાથી ગુનાઓ કરતો હોય અથવા આવા ગુનાઓ ભારતીય ફોઝદારી કાયદાના પ્રકરણ-૧૨, ૧૬, ૧૭ હેઠળના ગુનાઓ હોય અથવા તેવા કોઈપણ ગુનાની મદદગારી કરતો હોય કે પોતે તેમાં સામેલ થવાની તૈયારીમાં છે તેમ માનવાને પૂરતા અને વ્યાજબી કારણો હોય તો હદપારીનો હુકમ થઈ શકે.
  • ખાનગી નિવેદનોમાં વ્યકિતઓના નામ, રહેઠાણ કે ધંધાની વિગતો કે જેનાથી સાક્ષીની ઓળખ છતી થાય તેમ હોય તે સિવાયની વિગતો હદપાર કરવા ધારેલ ઈસમને તેના બચાવ માટે જણાવવી જરુરી છે.
  • ગુનાહીત પ્રવૃતિઓનો સમય અને સ્થળ ચોકકસ બતાવવો જોઈએ. ઉદાહરણ તરીકે મજકૂર ઈસમ જૂનાગઢમાં જુદા જુદા વિસ્તારોમાં પોતાની ગુનાહીત પ્રવૃતિઓ કરે છે, તેમ દશાર્વી શકાય નહીં, પરંતુ જૂનાગઢ શહેરના કયા કયા વિસ્તારોમાં કે કયા ગામોમાં આ પ્રવૃતિ કરે છે, તે ચોકકસપણે જણાવવું જોઈએ. ગુનાહીત પ્રવૃતિના ચોકકસ સમય માટે નોંધાયેલ ગુનાની પ્રથમ FIRનો મહીનો અને વર્ષ સામાન્ય રીતે વ્યકિતની ગુનાહીત પ્રવૃતિનો પ્રારંભનો સમય ગણી શકાય.
  • કોઈપણ વ્યકિતને પોતાના રહેઠાણના વિસ્તારોમાંથી અમુક સમય માટે દૂર કરવો તે ધણી ગંભીર બાબત છે અને આ હદપાર કરવાની કાર્યવાહી રુટીનમાં થઈ શકે નહીં. કલમ-૫૬ની જોગવાઈ મુજબ વ્યકિત ખરેખર માથાભારે, ઝનુની, બળ અને હિંસાવાળા કૃત્યો કરતો હોય અને તેની હાજરીથી આ વિસ્તારોમાં લોકોના જાનમાલને અસલામતીની લાગણી રહેતી હોય અને જાહેરવ્યવસ્થા જોખમાતી હોય તો જ વ્યકિત હદપાર થઈ શકે. જાહેર કાયદોવ્યવસ્થા કે સુલેહ શાંતિનો ભંગ કરે છે, તે કારણસર હદપાર થઈ શકે નહીં.
  • કોઈ વ્યકિત પોતાના ધરના એક ખૂણામાં બેસીને ગમે તેટલો દારુ પીએ, પણ એનાથી જાહેરવ્યવસ્થા ઉપર કોઈ અસર થતી નથી. તેથી તેને હદપાર કરી શકાય નહીં. તેવી જ રીતે કોઈ વ્યકિત પોતાના ધરમાં બેસીને જુગાર રમતો હોય તેનાથી સમાજને કે મોટા વિસ્તારમાં, મોટા સમૂહને હાની ન થતી હોય અને જાહેરવ્યવસ્થાને બાધ આવતો ન હોય તો તેવી વ્યકિતને હદપાર કરી શકાય નહીં. પણ જો કોઈ વ્યકિત દારુ પીને, જાહેરમાં બીભત્સ વર્તન કરતો હોય, જાહેરમાં તોફાન કરતો હોય, મારામારી કરતો હોય તથા ધાકધમકી આપતો હોય અને તેના આ કૃત્યોથી લોકોમાં ભય ફેલાય અને તેના આવા વર્તનનો લોકો વિરોધ કરે અને તેનાથી જાહેરવ્યવસ્થા જોખમાય ત્યારે હદપાર કરી શકાય. તેવીજ રીતે જુગારની પ્રવૃતિને લીધે જાહેર જનતાને હાની પહોંચે કે મોટા સમૂહને જુગારની પ્રવૃતિ તરફ વાળે કે જુગારની પ્રવૃતિથી લોકોના ટોળા ભેગા થતા હોય અને તેના કારણે જાહેરવ્યવસ્થા જોખમાય ત્યારે હદપારી થઈ શકે.
 
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ભારતીય નાગરીકત્વ
ક્યા કામ માટે કોને મળવું?
ટુરીઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 08-04-2016